જન્મદિવસ

D-light Groupજન્મદિવસ

આજે જન્માષ્ટમીનો દિવસ. પરંતુ જન્માષ્ટમી જેવુ કશું લાગી નથી રહ્યું. છેલ્લા ચારેક મહીનાથી વિશ્વમાં કોરોના વાયરસને કારણે જે સ્થિતિ ઉભી થઇ છે તે જોતા ડરેલા માનવ-મન ને તહેવારો પણ શાતા આપી શકતા નથી. ભગવાન પણ માણસ જાત ની કેવી કેવી પરીક્ષા લે છે! પૃથ્વી પર પોતાની જાતને સર્વોપરી માનવ વળી માણસજાત ને એક ન દેખાતા વાયરસે તેની ઔકાત બતાવી દીધી.

D-light Group


દર જન્માષ્ટમી જેવી આ જન્માષ્ટમી નથી, એક અજીબ ભાર અને અશાંતિ આજે મન પર છવાયેલી છે ખબર નહીં કેમ? દર જન્માષ્ટમીએ ઘરનું વાતાવરણ આનંદમય અને ભર્યું ભર્યું હોય બહેનો અને ભાણિયાઓ સાતમ-આઠમ કરવા માટે મામાના ઘેર આવેલા હોય. પપ્પા આગલે દિવસે જ સાંજે કેળના પાન લઈ આવે અને આસોપાલવ લઈ આવે. એ આસોપાલવમાંથી મમ્મીએ બનાવેલું તોરણ અને કેળના પાન દરવાજે બાંધવામાં આવે. સવારમાં ઊઠીને નાહી-ધોઈ, કાનાની પૂજા કરીને, તૈયાર થઈને મારે ભાણિયાઓને બહાર ફરવા લઈ જવાના અને ભાણિયાઓ રમકડાની જીદ કરે કે મામા રમકડું લઈ આપો. અને હું તેમને રોડની સામેની સાઈડ રમકડાં લઈને બેસતા જીવણભાઈ પાસેથી રમકડું લઈ આપતો.

D-light Group


જીવણભાઈ ત્યાં જ અમારી સોસાયટીની સામે રોડની સામેની બાજુ ફુગ્ગા અને રમકડાં લઈને બેસતા અને બાજુમાં તેમનું નાનકડું ઝૂંપડું હતું તેમાં તે અને તેમની નાનકડી ચારેક વર્ષની દીકરી પરી રહેતાં હતાં. પરીની માં પરીને જન્મ આપતાં જ ગુજરી ગયેલી ત્યારથી જીવણભાઈ એ જ એકલા હાથે ઉછેરીને મોટી કરી હતી. જીવણભાઈને તેની દીકરી ખૂબ જ વહાલી. પરી પણ એટલી જ માસૂમ, ક્યૂટ એકદમ ઢીંગલી જેવી. હસે તો ગાલમાં ખંજન પડે. જીવણભાઈ આખો દિવસ ઝૂંપડીની બહાર ફુગ્ગા અને રમકડાં વેચવા બેસે અને નાનકડી પરી ઘડીક ઝૂંપડીમાં તો ઘડીક બહાર એમ આમતેમ રમ્યા કરે. બાપ પાસે વેચવા માટે ઢગલો રમકડાં હતાં, પરંતુ પરીને ખાસ રમકડાંનું વળગણ નહીં, તે તો બસ તેની મસ્તીમાં જ આમતેમ ઉછળકૂદ રમ્યા કરે. સાંજ પડે જીવણભાઈ રમકડાનો સંકેલો કરીને રસોઈ બનાવે અને બેવ બાપ-દિકરી જમેં. પછી રાત પડે એટલે બાપ દીકરી બેવ એમ જ ફરવા નીકળે. મોડી રાતે જ્યારે વાહનો ની અવર જવર ઓછી થઈ જાય ત્યારે પરી ને રોડ પર ક્રિકેટ રમવું ખુબ ગમે. અને રમવામાં પણ બાપ દીકરી બે જ. બાપને હંમેશા બોલ નાખવાનો અને દીકરીને હંમેશા બેટા વિંઝવાનું. આવીજ તેમની રમત ચાલે અને થાકે એટલે બેવ બાપ દીકરી સુઈ જાય. 

ગઈ જન્માષ્ટમી એ હું જ્યારે મારા ભાણિયાઓ ને લઈને રમકડાં ખરીદવા ગયો ત્યારે જીવણભાઈ રમકડાં પાથરીને નહોતા બેઠા. મેં પૂછ્યું તો કહે કે, 

D-light Group


"સા'બ, આજે મારી દીકરીનો જન્મદિવસ છે. અને આજનો આખો દિવસ મેં તેની સાથે વિતાવવાનું નક્કી કર્યું છે.”

મેં કહ્યું પણ આજે તો જન્માષ્ટમી છે અને આજના દિવસે તો તમને નફો પણ સારો એવો થાય. તો કેમ આજે તમે રમકડાં વહેંચવાની ના પાડો છો? તો જીવણભાઈએ કહ્યું,

D-light Group


"તમારી વાત સાચી સા'બ પણ આજે મારી દીકરીને આજનો આખો દિવસ મારી સાથે વિતાવવો હતો અને જો આજના દિવસે હું તેને ખુશી ના આપી શકું તો આ કમાયેલા પૈસા શું કામના? આજનો આખો દિવસ હું તેની સાથે રમીને, તેને ફરવા લઇ જઈને, તેની બધી જ ઈચ્છા પુરી કરીને પસાર કરવા માંગુ છું. કાલે સવારે મારી દીકરી મોટી થઈ જશે અને સાસરે જતી રહેશે પછી મને આવો સમય ક્યારે મળવાનો હતો? "

એક અભણ માણસની આ વાત મને સ્પર્શી ગયી. તેની પાસે પૈસા નહોતા પણ તેની દીકરી માટે ખુબ જ પ્રેમ હતો. આજે તેની સામે પૈસા પાછળ ભાગતા અને સંતાનો ને પૂરતો સમય ના આપી શકનારા અમે સૌ ભણેલા ગણેલા લોકો વામન લાગવા માંડ્યા. આ એક ગરીબ બાપ આજે અમારાથી પણ અમીર લાગતો હતો કારણ કે તેની પાસે પૈસા નહોતા પણ દિલ માં એક સંતોષ હતો, પ્રેમ હતો.

મારા ભાણીયા છતાં પણ રમકડાંની જીદ કરતા હતા તે જોઈને તે ઝૂંપડામાં ગયો અને બે રમકડાં લાવીને બેવ ભાણિયાને આપ્યા અને કહ્યું લો દીકરાઓ, રમો. મેં પૈસાનું પૂછ્યું તો કહે, "અરે સા'બ મેં કીધુંને આજના દિવસે હું રમકડાં નથી વહેંચવાનો, આજના દિવસે મારા મારી દીકરીના જન્મદિવસના નિમિતે ભેટ." હું તો આભો જ બની ગયો. એક ગરીબ માણસ પણ આટલી જાહોજલાલી બતાવી શકે? ભારે આનાકાની બાદ પણ તેની પૈસા ના જ લીધા. અને ત્યારબાદ હું કઈ પણ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયો. એમ કહો કે કઈ પણ બોલી શક્યો નહીં.

D-light Group

**********

આજના દિવસે ફરી એ ગયા વરસની યાદ તાજા થઈ ગયી. આજના દિવસે એ ઝૂંપડીમાં એ બાપ દીકરીનો પરિવાર નહોતો. લોકડાઉન વખતે ખબર નહી તે લોકો તેના વતન ચાલ્યા ગયા હતા કે પછી તેમનું શું થયું હતું? તેમના વતન ગયા હતા તો પણ કયું વતન હશે તેમનું? કેમ કે જ્યારથી મને યાદ છે ત્યાં સુધી મેં તેમને અહીં ઝુંપડા મન જ જોયા છે. હવે તે શું ધંધો કરતા હશે? મનમાં અસંખ્ય સવાલો ઉઠતા હતા અને મન એક વિશાદથી ઘેરાઈ ગયું!

અચાનક હાથ ખેંચતા મારા ભાણીયા ઓમે કહ્યું, "મામા, પેલા રમકડાંવાળા અંકલ ક્યાં ગયા? અમને રમકડું લઇ આપોને. અને મારા ગાળામાં ડૂમો બાજ્યો અને નજર સામે બંને બાપ-દીકરી તરવરવા લાગ્યા. ભલે તારીખ મુજબ નહી પણ આજે તિથિ મુજબ પરીનો જન્મદિવસ છે કદાચ. મનોમન આંતરચેતના તેના વિશે પ્રાર્થના કરવા લાગી અને ત્યાં જ અંદરથી અવાજ ઊઠ્યો,

"હેપી બર્થ ડે બેટા, જુગ જુગ જીવજે."

- પિયુષ માલાણી

જો વાર્તા ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો!.