જિંદગી રોજ મને શીખવે છે!.

Digital Group


જિંદગી રોજ મને શીખવે છે!.


જિંદગી રોજ મને શીખવે છે, તું જીવતા શીખ!

એક સાંધતા તેર તૂટશે, તું સિવતા શીખ!
જિંદગી રોજ મને શીખવે છે, તું જીવતા શીખ!

થશે અનુભવ કડવા, ઝેર તણા ઘૂંટતા તું પિતા શીખ!
મળશે સાચા ખોટા તને, તારે અનુરૂપ તું ઓળખતા શીખ!

તૂટેલા છે બધા અહી, બધી પરિસ્થિતિ માં તું ઢળતા શીખ!
પત્થર પુજા છે બધા, ખુદમાં ઈશ્વર તું શોધતા શીખ!

ઝાંઝવા કેરા નીર છે આંખમાં, આંશુ સમાન મોતી તું વાંચતા શીખ!
રંગીન ફૂલોના બાગ છે, મનગમતું ફૂલ તું ચુનતા શીખ!

ભટકેલા અહી રસ્તા છે, હર હાલ પાછો તું વળતા શીખ!
સબંધો ખૂબ મૂલ્યવાન છે, બધું લૂંટાવી તું એને સાચવતા શીખ!

લાગણી ક્યાં ઓછી છે, જિંદગીની કવિતા તું ખુદ લખતા શીખ!
એક જ તો જીવન મળ્યું છે, હર એક ક્ષણ એને જીવતા શીખ!

જિંદગી રોજ મને શીખવે છે, તું જીવતા શીખ!

- નિરાલી સાચાણીજો પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો!.