બે મિત્રો છોકરો છોકરી ના હોઈ શકે!

D-light Group

બે મિત્રો છોકરો છોકરી ના હોઈ શકે!

હેલ્લો નમસ્તે, જય શ્રી ક્રિશ્ના, ખુદા હાફિઝ, બધું એક સાથે બધાને.....હું છે ને આજે આંટીઓ અને માસીઓ વિશે વાત કરવાની છું. ફક્ત આંટીઓ જ નહિ અમુક બહેનોને પણ બળાપો કાઢવાની મજા પડે અને ગામની ઉતારવાની પણ, જાણે કે એ બીજી રીતે વાત કરતા શીખ્યા જ ના હોય..........

એમાં થાય એવું કે જ્યારે હું મારા ફ્રેન્ડ સાથે મસ્તી કરવા કે કોઈ મુવી જોવા જાઉં કે ક્યાંય ફરવાનો પ્લાન કરી ને જાવ ત્યારે એમાં કોઈ જ પડોસીઓ ને ફેમિલીને કે પછી આ ચાપલૂસી કરવા વાળી આંટીઓ ને કઈ વાંધો ના હોઈ, પણ જ્યારે એ બધા ફ્રેન્ડ માં અડધા  boys હોય એટલે કે છોકરાઓની પ્રજાતિ હાજર હોય ને ત્યારે આ બધા લોકોને એટલો ફરક પડે ને કે તેમની બીજા દિવસ વાત ની શરૂઆત નું વાક્ય જ એ હોય કે "ફલાણા ની છોકરી તો છોકરાઓ સાથે જાય છે."

D-light Group


તેઓ ક્યારેય બેસ્ટ ફ્રેન્ડ કે ફ્રેન્ડ નામનો મતલબ જ નહિ સમજતા. એમને સમજાય તો ફક્ત ચક્કર,લફડું, બોયફ્રેન્ડ વગેરે,વગેરે, વગેરે.......

ને આની બીજી સાઈડ બીજા રાજ્યમાં તો ખબર નહિ પણ અહી ગુજરાતમાં બોલીવુડ ડાયલોગને ભગવતગીતા ના શ્લોક ની જેમ વાપરે છે લોકો......જાણે એ જ પરમ સત્ય હોઈ.......  સાક્ષાત ભગવાન આવીને કહી ગયા હોય એમ........."એક લડકા ઔર એક લડકી કભી દોસ્ત નહિ હો સકતે." કયો ભૈયા કૃષ્ણ ભગવાન લડકે નહિ થે યા ફિર દ્રૌપદી શાયદ લડકી નહીં હોગી હે ના!!!!.......જવા દો યાર આપડા થી થાય પણ શું!!.....

D-light Group


પણ હા હવે કોઈ બે વ્યક્તિઓ અલગ જાતિના (સ્ત્રીલીંગ ને પુલ્લિંગ)સાથે દેખાય તો એના રિલેશન વિશે જાણ્યા વગર એને લફરું કે અફેર ના જ કેવા વિનંતી.......ને તમારા બાળકો ના ફ્રેન્ડ ને ફ્રેન્ડ સમજવા જ સમજી ને થોડી ઘણી છૂટછાંટ આપવા વિનંતી............આભાર....

By Heer Hirani


જો પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો!